Posts

Showing posts from November, 2023

ચીખલી તાલુકાના ઘેજ ગામે આદિવાસી સાંસ્કૃતિક અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Image
        તા.25/11/2023 ની રાત્રે ચીખલી તાલુકાના ઘેજ ગામે આદિવાસી સાંસ્કૃતિક અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. જે  રાકેશભાઈ અને એમના સાથી મિત્રો દ્વારા વાંસદા વિધાનસભાના  માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો હતો. જેમાં સૌ પ્રથમ પ્રકૃત્તિ પૂજન કરી સાંસ્કૃતિક કાર્યક્રમ શરુઆત કરવામાં આવી હતી. જેમાં નાના નાના બાળકો એ વિવિધ કૃતિઓ રજૂ કરી  ઉપસ્થિત લોકોનું ભરપૂર મનોરંજન પૂરું પાડયું હતું. આયોજન કર્તા તમામ મિત્રોને મહારૂઢિ ગ્રામસભા નવસારીના અધ્યક્ષ રમેશ પટેલના હસ્તે ભારતીય સંવિધાનની બુક અર્પણ કરવામાં આવી હતી.  આ કાર્યક્રમમાં માજી જિલ્લા પંચાયત સભ્યશ્રી જયશ્રીબેન, ધરમપુર તાલુકા પંચાયત  સદસ્ય કલ્પેશ પટેલ, ડૉ.અનિલ પટેલ, તુષાર પટેલ,ચણવઈ ગામના આગેવાન હિરેન ભાઈ,અને એમના સાથી મિત્રો, ખેરગામના સરપંચ શ્રી ઝરણાંબેન, નડગધરી ગામના સરપંચ શ્રી દિનેશભાઈ, મોહનાકાઉંચાળી સરપંચશ્રી દેવું મોકાસી, ઉનાઈ સરપંચ શ્રી મનીષભાઈ, યોગેશ પટેલ, પીપલખેડ ગામના સામાજિક આગેવાન ભગવતીબેન, ગડી ગામના આગેવાન ચેતન ચૌધરી, વાંકલ ગામના આગેવાન રાકેશ પટેલ, વિજયભાઈ કટારકર રૂમલા, ...

ખેરગામના આગેવાનો દ્વારા ક્રાન્તિકારી જનનાયક ભગવાન બીરસા મુંડાને શ્રધ્ધાંજલી અર્પણ.

Image
                           ખેરગામના આગેવાનો દ્વારા  ક્રાન્તિકારી જનનાયક ભગવાન બીરસા મુંડાને શ્રધ્ધાંજલી અર્પણ. તારીખ -૧૫-૧૧-૨૦૨૩નાં દિને ખેરગામ બીરસા મુંડા સર્કલ ખાતે ધરતી આબા ક્રાન્તિકારી જન નાયક ભગવાન બીરસા મુંડાની ૧૪૮મી જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખેરગામ ગામના આગેવાનો દ્વારા ધરતી આબા ક્રાન્તિકારી જન નાયક ભગવાન બીરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખેરગામના ડેપ્યુટી સરપંચશ્રી જીજ્ઞેશભાઈ, નવસારી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી પ્રશાંતભાઈ પટેલ, ભૌતેશભાઈ કંસારા, રમેશભાઈ પટેલ, આશિષભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, ડૉ.સંજયભાઈ પટેલ,  કેતનભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, અમિતભાઈ પટેલ, વાડ ગામના આગેવાનો દિનેશભાઈ પટેલ તથા ચેતનભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આદિવાસી વિસ્તારોમાં પ્રાકૃતિક દેવોની પૂજા કરી વાઘ બારસની ઉજવણી કરવામાં આવી.

Image
              આદિવાસી વિસ્તારોમાં પ્રાકૃતિક દેવોની પૂજા કરી વાઘ બારસની ઉજવણી કરવામાં આવી. પ્રાકૃતિક દેવોની પૂજા કરી વાઘબારસ ઉજવવાની આદિવાસીઓની પરંપરા ગામના પાદરે સ્થાપિત  પ્રાકૃતિક  દેવી- દેવતા ફરતે ઢોરઢાંખર ફેરવાય છે.તેમના શરીરે ગેરું દ્વારા હાથથી પંજા પાડવામાં આવે છે. આદિવાસી લોકજીવન પ્રકૃતિ પર નિર્ભર છે. વાંસદાના જંગલોમા વસતા આદિવાસીઓને પોતાના ઢોરઢાંખર ચારવા, ખેતી અર્થે તેમજ વન્ય પેદાશો મેળવવા જંગલમાં અવર-જવર કરવી પડતી હોય છે. સ્વાભાવિક રીતે જ આ પ્રવૃત્તિમાં તેમને જંગલી પશુઓ અથવા સાપ કે અજગર જેવા સરિસૃપ જીવો સાથે ભેટો થતો હોય છે.  આ આપત્તિથી બચવા માટે સાપ, વાઘ તેમજ અન્ય વનસૃષ્ટિ તેમજ કુદરતની ઉપાસના કરતો આવ્યો છે. આપણા આદિવાસીઓમાં પ્રકૃતિ પૂજાની આ પ્રથા આજે પણ ચાલે છે. ખેરગામ શામળા ફળિયા (દેસાઈ મહોલ્લો) ખેરગામના શામળા ફળિયા ખાતે એવો જ તહેવાર વાઘ બારસ કે સ્થાનિક ભાષામાં વાઘ બારહ ઉજવવામાં આવ્યો.વાઘ દેવ ફરતે ઢોર  ફેરવે છે તેમજ પાનગા બનાવે છે અને એને હાજર રહેલા લોકોમાં પ્રસાદ સ્વરૂપે વહેંચી દેવામાં આવે છે. ગામના પાદરમાં સ્થાપન કરેલ વા...

આદિવાસીઓ દ્વારા સદીઓથી ચાલી આવતી પ્રથા : નવા ધાન્યની કાપણી પહેલાં કે પછી માવલી માતાની પૂજા.

        આદિવાસીઓ દ્વારા સદીઓથી ચાલી આવતી પ્રથા : નવા ધાન્યની કાપણી પહેલાં કે પછી માવલી માતાની પૂજા. પ્રકૃતિની સૌથી નજીક મનાતી આદિવાસી પ્રજામાં સદીઓથી ચાલી આવેલી સંસ્કૃતિ અને માન્યતાઓ આજે ૨૧મી સદીમાં પણ કાયમ છે. એટલું જ નહીં તો આદિવાસીઓની યુવા પેઢી પણ પોતાની સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની લાગણી અનુભવે છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી સમુદાય નવું ધાન્ય પાકે ત્યારે માવલી માતા અને કનસરી માતાની પૂજા કરે છે. આ પરંપરાગત પૂજા દરમ્યાન ભગત-ભૂવાઓ દ્વારા સળગતા અંગારા મ્હોમાં મુકવા, ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલીને માતાની આરાધના કરી ધૂણવાની પરંપરા આજે પણ અકબંધ છે. છેલ્લા છ દિવસમાં ધરમપુરના બિલપુડી, મરઘમાળ, ચિંચોઝર વગેરે ગામોમાં થયેલી આ અદ્ભૂત કહીં શકાય તેવી પૂજાના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં નવી પેઢી માટે કૌતુક સમાન બની ગયાં છે. દ.ગુજરાતનો આદિવાસી સમાજ સદીઓથી પ્રકૃતિની પૂજા કરતો આવ્યો છે. ચોમાસુ પૂરૂં થયાં બાદ નવું ધાન્ય ઉગે ત્યારે માવલી માતાની પરંપરાગત પૂજા દરેક ગામોમાં કરવામાં આવે છે. અનાજ-ધાન્યની કાપણી પહેલા કે પછી માવલી માતાની પૂજા દરમ્યાન (ભગત-ભૂવાઓ સળગતા અંગારા પર ખુલ્લા પગે ચ...