Posts

Showing posts from September, 2023

નર્મદા જિલ્લાના આગજની બનાવમાં નુકશાન પામેલા ઘરોની મદદે આવ્યું સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ અને સમસ્ત આદિવાસી સમાજ.

Image
                        નર્મદા જિલ્લાના આગજની બનાવમાં નુકશાન પામેલા ઘરોની મદદે  આવ્યું સંકલ્પ એજ્યુકેશન  ગ્રુપ અને સમસ્ત આદિવાસી સમાજ.  થોડા દિવસ અગાઉ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા નવાપુરા ગામના 12 જેટલાં ઘરોને આગજનીમાં વ્યાપક નુકસાન થયેલ જેનો વિડિઓ સોસીયલ મીડિયામા વાયરલ થતાં રાજપીપળાના સેવાભાવી શિક્ષક મિનેશ પટેલે નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને ઉકાઈના એન્જીનીયર ગૌરાંગ પટેલને તેમજ સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટના સંચાલકોને જાણ કરતા બધાએ ભેગા મળીને અનાજ,કપડાં,વાસણ,નોટબુક, ગોદડા સહિતની ઘરવખરીની તમામ ચીજવસ્તુઓ ભરીને 9 જેટલાં ગરીબ પરિવારોમાં ખુશીઓનો માહોલ ઉભો કર્યો હતો.આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમા ડો.નિરવ પટેલે જણાવ્યું હતું કે સ્થળ પર આવીને જોતા ખુબ જ કરૂણ પરિસ્થિતિ જોવા મળી અને સરપંચને મળીને તંત્ર સાથે તાલમેલ જાળવી શક્ય એટલી ઝડપે લાચાર પરિવારોને જલ્દીથી સહાય મળી રહે એવી માંગ કરી છે.  તેમજ નર્મદા નદીમાં આવેલા પુરમાં તબાહ થયેલા 30 જેટલાં પરિવારોને 15-20 દિવસ ભોજન મળી રહે એટલી સ...

ખેરગામ તાલુકામાં આદિવાસી સુરક્ષા યાત્રાનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું.

Image
         ખેરગામ તાલુકામાં આદિવાસી સુરક્ષા યાત્રાનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું. આદિવાસી સમાજની  સાથે સાથે  મુસ્લિમ સમાજ અને રાજપૂત સમાજનાં લોકો દ્વારા પણ આદિવાસી સુરક્ષા યાત્રાનાં આગેવાનોને ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું.  આદિવાસી સમાજના લોકોને જાગૃત કરી દેશના એક મંચ પર લાવવાનાં ઉદ્દેશ્ય સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના આશરે 12 કરોડ જેટલાં આદિવાસીઓને એકસૂત્રતાથી બાંધવા, શૈક્ષણિક, સામાજિક તેમજ રાજકીય પ્રતિનિધિત્વ મજબૂત કરવા તેમજ સમાજના વિવિધ પ્રશ્નોને વાચા આપવા આદિવાસી સમાજના મહામાનવ બિરસા મુંડાના જન્મસ્થળ ઝારખંડના ખૂંટી જિલ્લાના ઉલ્લીહાતું ગામથી નીકળેલ આદિવાસી સુરક્ષા યાત્રા પાણીખડકના તંત્યા મામાં ભીલ સર્કલ પર આશરે 4000 કિલોમીટર જેટલી યાત્રા કરીને પહોંચી હતી.        જ્યાં આગેવાનો રાજુભાઈ વળવાઈ, કેતનભાઈ બામણીયા, ચિરાગ સંગાડા સહિતના કુલ 25 જેટલાં આગેવાનોનું આદિવાસી સમાજના જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ, ડો.દિવ્યાંગી પટેલ, આદિવાસી એકતા પરિષદ સંયોજક કમલેશભાઈ પટેલ, મંગુભાઇ સહિતના યુવાનો તેમજ મુસ્લિમ સમ...

ચીખલી તાલુકાના ઘેજ (ડુંભરીયા) ગામે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બિરસા સર્કલ પર જનનાયક બિરસા મુંડાનું બોર્ડ લગાવી ઉજવણી કરવામાં આવી.

Image
       તારીખ ૦૩-૦૯-૨૦૨૩નાં રવિવારના દિને ચીખલી તાલુકાના ઘેજ (ડુંભરીયા) ગામે  આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બિરસા સર્કલ પર  જનનાયક બિરસા મુંડાનું બોર્ડ લગાવી ઉજવણી કરવામાં આવી.          દેશની આઝાદીની ચળવળમાં આદિવાસી ક્રાંતિકારી ધરતી આબા બિરસા મુંડાનું યોગદાન નાનુસુનું નથી!  આ ક્રાંતિકારીનું જીવનવૃતાંત અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવેલ છે. ત્યારે આજની યુવા પેઢીમાં તેમના વિશે વિશેષ જાણકારી પ્રાપ્ત થાય અને દેશના વિકાસમાં અને રાષ્ટ્રીય એકતામાં પોતાનું યોગદાન આપી એક આદર્શ નાગરિક બને તેવી ભાવના છુપાયેલી છે.              આ બોર્ડ (બેનર) બોર્ડ નાં રહેતા તે એક  બિરસા મુંડાનાં સંદેશાવાહકનું કાર્ય કરતું જોવા મળશે. આ બોર્ડ પર નાના કુમળી વયના બાળકની નજર પડતાં જ કુતૂહલ પેદા થશે. આ મહાપુરુષ કોણ છે ? અને એ તેના માતાપિતા પાસેથી તેમના વિશે જાણવાનો જરૂર પ્રયત્ન કરશે. અને જો માતા પિતા પાસેથી સંતોષકારક જવાબ ન મળે તો તે તેમના મિત્ર, શિક્ષક, અથવા તો google માંથી બાળક બિરસા મુંડાનો ઈતિહાસ જરૂર જાણવાનો પ્રયત્ન કરશે....