Posts

Showing posts from October, 2023

વાંસદાનાં આંબાબારી ગામે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩-૨૦૨૪ યોજાયું.

Image
                 વાંસદાનાં આંબાબારી ગામે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩-૨૦૨૪ યોજાયું.  તારીખ ૧૨-૧૦-૨૦૨૩ થી ૧૩-૧૦-૨૦૨૩ દરમ્યાન વાંસદા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩ આંબાબારી પ્રાથમિક શાળા અને ગીરિજન આશ્રમશાળા આંબાબારી ખાતે   યોજાયું.જે  વાંસદા મત વિસ્તારના ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું.  ગાંધીનગર GCERT પ્રેરિત, નવસારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન માર્ગદર્શન હેઠળ વાંસદા બીઆરસી આયોજીત બ્લોક કક્ષાના આ બાળ-વૈજ્ઞાનિક પ્રદર્શનમાં મુખ્ય વિષય સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી હતો.  આ અંતર્ગત જુદા- જુદા પાંચ વિભાગો સ્વાસ્થ્ય, જીવન- પર્યાવરણને અનુરૂપ જીવન-શૈલી, કૃષિ- ખેતી, પ્રત્યાયન અને વાહનવ્યવહાર, ગણનાત્મક ચિંતન કમ્પ્યુટરના ઉપયોગ સંલગ્ન ચિંતનાત્મક પ્રક્રિયા વિષયો સંદર્ભે  ૮૫ કૃતિઓ રજૂ કરાઈ હતી.  આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વાંસદા તાલુકા પંચાયત પ્રમુખશ્રી દિપ્તીબેન પટેલ ,નવસારી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી અંબાબેન માહલા વાંસદા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માધુભાઈ પટેલ...

લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, ના ઉપક્રમે ૨જી ઓકટોબરે પદયાત્રા યોજાઈ.

Image
           લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, ના  ઉપક્રમે ૨જી ઓકટોબરે પદયાત્રા યોજાઈ. લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, ના  ઉપક્રમે ૨જી ઓકટોબર ગાંધી જયંતિના ભાગરૂપે છેલ્લા ૪ વર્ષ થી અલગ અલગ વિસ્તારમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતા, વ્યસનમુક્તિ, સત્યતા, પ્રકૃતિ, પર્યાવરણ અને આરોગ્ય સહિતના વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે. જેમાં આ વર્ષે આવધા થી પિપરોળ વરસાદી દેવના ડુંગર સુધી પદયાત્રા યોજાઈ હતી. આ યાત્રા દરમિયાન રસ્તામાં આવતા કુદરતી જોવાલાયક સ્થળો પર પ્રવાસીઓ દ્વારા ફેંકવામાં આવતો પ્લાસ્ટિકનો કચરો વણીને સાફસફાઇ કરી તેમજ પિપરોળ વરસાદી દેવના ડુંગર પર ૨૦૦૦ વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ યાત્રામાં લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક શ્રી નિલમભાઈ પટેલ, સંસ્થાના કાર્યકર્તાઓ, ધરમપુર તાલુકાના આદિવાસી સમાજના અગ્રણી સમાજસેવક કમલેશભાઈ પટેલ,  તેમજ શ્રી વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રોફેસર, NSS વિભાગનાં વિદ્યાર્થીઓ સહિત ધરમપુર તાલુકાના યુવાનો યાત્રામાં જોડાયા હતા.